ગીતા જ્ઞાન યજ્ઞ, અમદાવાદ

યજ્ઞસ્થાન :
અમદાવાદ નાં મણિનગર વિસ્તાર માં સ્થિત રામકૃષ્ણ સેવા સમિતિ માં પૂજ્ય સ્વામીની અમિતાનંદજી નાં સાત દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞ નું આયોજન તારીખ 16 થી 21 નવેમ્બર 2019 સુધી કરવા માં આવ્યું.
આ યજ્ઞ ની પ્રવચન શૃંખલા માં પૂજ્ય સ્વામિનીજી એ સવાર નાં સત્ર માં વિદ્યારણ્ય મુનિ દ્વારા રચિત પંચદશી નાં નાટકદીપ પ્રકરણ ઉપર તથા સાંજ નાં સત્ર માં ભગવદ્દ ગીતા નાં અધ્યાય 15, પુરુષોત્તમ યોગ પર પ્રવચન કર્યું.

વિષય વિવરણ :
નાટકદીપ પ્રકરણમાં નાટકશાળાનાં મંચ પરનાં દીપકનાં દૃષ્ટાન્તથી સાક્ષીનું સ્વરૂપ સુંદર રીતે સમજાવ્યું છે.
ગીતાનાં પંદરમાં અધ્યાય પુરુષોત્તમ યોગમાં ભગવાને સંસારને એક ઊંધા વૃક્ષ સાથે સરખામણી કરી ને સંપૂર્ણ સંસારની યાત્રા ને તથા એમાંથી મુક્તિ નાં ઉપાયરૂપે ક્ષર – અક્ષરનો વિવેક પ્રદાન કરીને, ક્ષર-અક્ષર પુરુષથી પરે પુરુષોત્તમને જગતનાં અધિષ્ઠાનરૂપે બતાવ્યું છે. પંદરમાં અધ્યાય ને સંપૂર્ણ શાસ્ત્ર ની સંજ્ઞા આપવા માં આવી છે.

યજ્ઞનાં શ્રીગણેશ :
યજ્ઞનાં શ્રીગણેશ રામકૃષ્ણ સેવા સમિતિનાં ટ્રસ્ટી શ્રી અશોકભાઈ શાહે અને યોગાચાર્યા સુ શ્રી હેતલબેન મોદી દ્વારા દીપ પ્રગટાવી ને તથા વ્યાસપીઠ ની પૂજા કરીને કરવા માં આવ્યું. હેતલબેન દ્વારા સંચાલિત યોગવર્ગનાં સદસ્યોં ને પૂ. સ્વામિનીજી એ યોગ અને સમગ્ર જીવન વિષય પર પોતાનું ઉદ્બોધન આપ્યું. તે સિવાય ગર્ભવતી મહિલાઓ ને પણ ગર્ભધારણ સમયે બાળક ને કેવીરીતે સંસ્કારિત કરવાં , તેનાં પર માર્ગદર્શન આપ્યું.